સુરતઃ ઉમરગામમાં સબ જેલમાંથી કાચા કામના બે આરોપીઓ સવારે ભાગી ગયા હતા ઘટનાને લઈને જિલ્લામાં નાકાબંધી કરી દેવામાં આવી છે અને આરોપીઓની શોધખોળ ચાલી રહી છે ઉમરગામની જેલમાં ચોરીના આરોપી રાજુ બાબુ ઉર્ફે રિયાઝ ઉર્ફે બંદર શબ્બીર માલવી(રહે લવાસા, ડુંગર) અને વિનય ઉર્ફે કૃસ ઉર્ફે વિખિલ રતનેશ્વર ડોયલ(રહે ઉમરગામ ગાંધીવાડી, પ્રીતમ નગર) સબજેલમાં બંધ હતા આજે સવારે 915 કલાકે જેલની ગ્રીલ તોડીને જેલમાંથી ફરાર થઈ ગયા હતા ઘટનાની જાણ થતા પોલીસે જિલ્લામાં નાકાબંધી કરી દીધી હતી અને ભાગેલા આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે