અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રવિવારે ઈરાનને ચેતવણી આપી છે તેઓએ ટ્વીટ કરી કહ્યું કે જો ઈરાન અમારી સાથે યુદ્ધ કરવાનું દુસાહસ કરશે તો તેમનો સત્તાવાર રીતે અંતે થઈ જશે અમેરિકાને ફરી ક્યારેય ધમકી ન આપતા અમેરિકી સૈનિકોની પશ્ચિમ એશિયામાં હાજરી વધવાથી બંને દેશો વચ્ચે તણાવ છે બીજી બાજુ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જોન બોલ્ટને કહ્યું કે રાષ્ટ્રપતિ ટ્રમ્પે ઈરાનના શાસનને સ્પષ્ટ સંદેશો આપ્યો છે
અમેરિકાના રક્ષા મંત્રાલય (પેન્ટાગોન) મુજબ પશ્ચિમ એશિયામાં તહેનાત કાફલામાં પેટ્રિયટ મિસાઈલ, બી-52 બોમવર્ષક અને એફ-15 ફાઈટર પ્લેન છે