ડોક્ટરોએ સર્જરી કરી ગર્ભમાં જ શિશુની કરોડરજ્જુની તકલીફ દૂર કરી

2019-05-19 1,385

બ્રિટનના ડોક્ટરોએ ગર્ભમાં એક શિશુના કરોડરજ્જુની સારવાર કરી હતી રિપોર્ટ મુજબ 28 વર્ષીય શેરી શાર્પને 20 અઠવાડિયાના ગર્ભમાં જાણ થઈ કે, શિશુના કરોડરજ્જુમાં તકલીફ છે આ કારણે શેરી ગર્ભપાત કરાવવા માગતી હતી, પરંતુ ડોક્ટરની સલાહને લીધે બધું બદલાઈ ગયું હતુંકિંગ્સ કોલેજના ડોક્ટરોએ તેમને જણાવ્યું કે, કીહોલ ટેકનોલોજીથી શિશુની આ સમસ્યાને દૂર કરી શકાશે તેનાથી શેરીનું મન બદલાયું તે સર્જરી માટે તૈયાર થઇ ગઈ હતી ડોક્ટરોએ ત્રણ કલાકની સર્જરી પછી શિશુની સમસ્યા દૂર કરી દાવો છે કે, ગર્ભમાં કરોડરજ્જુની તકલીફ દૂર કરવાનો આ દુનિયાનો પ્રથમ કેસ છે