પોલીસ ઓફિસર્સે પ્રૌઢ કપલની કરી મદદ, નવો વ્હીલ ચેર રૅમ્પ બનાવ્યો

2019-05-19 132

કેલિફોર્નિયામાં ધ સનીવેલે ડિપાર્ટમેન્ટ ઓફ પબ્લિક સેફ્ટી વિભાગે શેર કરેલો એક પ્રેરણાત્મક વીડિયો વાઈરલ થયો છે જેમાં જોઈશકાય છે કે કેટલાક પોલીસકર્મીઓએ એક પ્રૌઢ કપલની અનોખી રીતે મદદ કરીને તેમના ઘરની આગળ નવો વ્હીલ ચેર રૅમ્પ બનાવી આપ્યો હતોપોલીસને મેડિકલ ઈમર્જન્સીનો કોલ મળતાં જ તેઓ ત્યાં પહોંચ્યા હતા જ્યાં ગયા બાદ તેમને ખબર પડી હતી કે આ કપલ એટલું અશક્ત છે કેતેઓ વ્હીલ ચેર વગર ક્યાંય જઈ પણ શકતું નથી પોલીસે પણ જોયું હતું કે ઘરના દરવાજે રહેલો વ્હીલ ચેર રેમ્પ (ઘરમાં જવા આવવાનો ઢાળવાળો રસ્તો)પણ તૂટી ગયો છે આ કપલની હાલત પણ આર્થિક રીતે નબળી હોવાથી તેઓ તેનું સમારકામ પણ કરાવી શકે તેમ નહોતું જેથી આપોલીસકર્મીઓએ જાતે જ કામ કરીને વ્હીલ ચેર જાય તેવો રેમ્પ બનાવી દીધો હતો સોશિયલ મીડિયામાં પણ યૂઝર્સે પોલીસના આવામાનવતાભર્યા અભિગમના વખાણ કર્યા હતા

Free Traffic Exchange

Videos similaires