ગાર્ડ્સે મીડિયાકર્મીઓને માર્યા, તેજપ્રતાપે કહ્યું- મારા પર થયો જીવલેણ હુમલો

2019-05-19 1,350

પટના: લોકસભા ચૂંટણીના છેલ્લા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે ત્યારે ઘણી જગ્યાએથી હિંસાના બનાવ બન્યા છે બિહારના પટનામાં પણ એક હિંસક ઘટના બની છે બિહાર સરકારના મંત્રી રહેલા લાલુ પ્રસાદ યાદવના દીકરા તેજ પ્રતાપ યાદવના સુરક્ષાકર્મીઓએ મીડિયા કર્મીઓ સાથે મારપીટકરી છે તેજપ્રતાપની ગાડી નીચે એક કેમેરા મેનનો પગ આવી ગયો હતો ત્યારપછી જ્યારે વિરોધ કરવામાં આવ્યો તો તેજપ્રતાપના સિક્યુરિટી ગાર્ડે મીડિયાકર્મીઓ ઉપર જ હુમલો કરી દીધો હતો

રવિવારે જ્યારે તેજપ્રતાપ યાદવ ઘરેથી બહાર નીકળ્યા ત્યારે તેમની ગાડી નીચે કેમેરા મેનનોપગ આવી ગયો હતો કેમેરા મેનનો પગ ગાડી નીચે આવી જતા તેણે છુટ્ટો કેમેરો ગાડી પર ફેંક્યો હતો અને તે દરમિયાન ગાડીનો કાચ ટૂટી ગયો હતો ત્યારપછી ત્યાં હાજર તેજપ્રતાપના સુરક્ષાકર્મીઓએ મીડિયા સાથે ખરાબ વર્તન કર્યું અને તેમની સાથે મારઝૂડ કરી હતી

આ ઘટના પછી તેજપ્રતાપ યાદવે ટ્વિટ કરીને લખ્યું છે કે, આજે મતદાન કર્યા પછી જ્યારે હું મતદાન કેન્દ્રથી બહાર આવી રહ્યો હતો ત્યારે મારા પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો તેના કારણે મારી ગાડીને પણ નુકસાન થયું હતું અને મારા ડ્રાઈવર અને સુરક્ષાકર્મીને પણ ગંભીર ઈજા થઈ હતી તેજ પ્રતાપ યાદવ દ્વારા આ મામલે પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે

Videos similaires