રાજકોટ:પડધરી ટંકારાના ધારાસભ્ય અને રાજકોટ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર લલિત કગથરાના પુત્રની અંતિમયાત્રા નીકળી છે લલિત કગથરાના નિવસ્થાનેથી નીકળેલી પુત્ર વિશાલની અંતિમ યાત્રામાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને વિધાનસભાના વિપક્ષ નેતા પરેશ ધાનાણી સહિત ભાજપ-કોંગ્રેસના નેતાઓ જોડાયા છે મહત્વનું છે કે ગઈકાલે લલિત કગથરાના પુત્રોને અકસ્માત નડ્યો હતો પશ્વિમ બંગાળમાં દિવ્યાંગ બાળકોને પ્રવાસે લઇ ગયા હતા ત્યારે તેમની લક્ઝરી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત થયો હતોજેમાં લલિત કગથરાના મોટા પુત્ર વિશાલનું મોત નિપજ્યું હતું જ્યારે અન્ય પુત્ર ઘાયલ થયો હતો