રાજકોટ:શહેરના વોર્ડ નંબર 1ના ભાજપના કોર્પોરેટર આશિષ વાગડીયાનો ઓડિયો વાઈરલ થયો છે ઓડિયો ક્લીપમાં વોર્ડ નંબર 7ના ભાજપ ઈન્ચાર્જ અગ્રણી જગદીશ ચૌહાણ અને આશિષ વાગડિયા વચ્ચે ચાલતા મતભેદને લઈને બંને બેફામ ગાળો બોલતો હોય તેવો ઓડિયો વાઈરલ થઈ રહ્યો છે ચૂંટણી સમયે થયેલા જમણવારના ખર્ચ મામલે થયેલા હિસાબ મામલે ભાજપના બંને નેતાઓ ફોનમાં બાખડ્યા હતાઆ સાથે જ ઓડિયોમાં જગદિશ ચૌહાણે કહ્યું કે અંજલીબેન રૂપાણી માંડવામાં આવ્યા હોત તો પોલીસ સાઉન્ડ બંધ ન કરાવત જેનો જવાબ આપતા આશિષ વાગડિયાએ કહ્યું કે કોઈ પણ આવત તો પણ સાઉન્ડ ચાલુ નો જ થાત આ સાથે જ ટિકિટ મળવાને લઈને પણ બંને વચ્ચે ગાળાગાળી થઈ હતી