પરિણામ પહેલાં મોદી વિરુદ્ધ મહાગઠબંધન સક્રિય, ચંદ્રાબાબુ નાયડુ રાહુલને મળ્યાં

2019-05-18 1,185

લોકસભા ચૂંટણીના સાતમા તબક્કાની ચૂંટણીનો પ્રચાર પ્રસાર પૂરો થતાં જ વિપક્ષી નેતાઓ એક્ટિવ થઈ ગયા છે કોઈ પણ પક્ષને પૂર્ણ બહુમતી મળતી ન દેખાતી હોવાથી વિપક્ષી પાર્ટીઓ 'મિશન સરકાર' અભિયાન અંર્તગત સક્રિય થઈ ગઈ છે તેલુગુ દેશમ પાર્ટી (ડીટીપી) પ્રમુખ અને આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુએ વિપક્ષી નેતાઓને એકજૂથ કરવાની કવાયત અંર્તગત તેમને મળવાની શરૂઆત કરી દીધી છે

દક્ષિણના 2 મોટા નેતા મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડૂ અને ટીઆરએસના અધ્યક્ષ ચંદ્રશેખર રાવ વિપક્ષને એક જૂથ કરવા 'મિશન સરકાર' અભિયાનમાં નીકળ્યા છે ચંદ્રાબાબુ નાયડૂએ આજે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, ભાકપાના નેતા સુધાકર રેડ્ડી અને ડી રાજા સાથે મુલાકાત કરી હતી ચંદ્રાબાબુએ શુક્રવારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સાથે પણ મુલાકાત કરી હતી