પુલવામા અને અનંતનાગમાં સેેના-આતંકીઓ વચ્ચે અથડામણ

2019-05-18 886

જમ્મુ-કાશ્મીરમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે અહીં પુલવામા જિલ્લાના અવંતીપોરામાં બંને તરફથી ગોળીબાર થઈ રહ્યો છે આ દરમિયાન સેનાએ 2 આતંકીઓને ઠાર કરી દીધા છે જ્યારે અનંતનાગમાં પણ એન્કાઉન્ટર ચાલી રહ્યું છે

અવંતીપોરાના પંજગામમાં આજે સવારે આતંકવાદીઓની 130 બટાલિયન સીઆરપીએફ, 55 આરઆર અને સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ વચ્ચે અથડામણ થઈ હતી અહીં સર્ચ ઓપરેશન દરમિયાન જ આતંકીઓએ ગોળીબાર શરૂ કરી દીધો હતો જવાબી કાર્યવાહીમાં સેનાએ બે આતંકીઓને ઠાર કરી દીધા હતા તેમાંથી એકનું નામ શૌકત અહમદ હતું

આ દરમિયાન અનંતનાગમાં પણ સર્ચ ઓપરેશન દરમિયાન આતંકીઓ અને સેના વચ્ચે અથડામણ ચાલી રહી છે માનવામાં આવે છે કે, સેનાએ પહેલાં આતંકીઓને સમર્પણની ચેતવણી આપી હતી ત્યારપછી સૈનિકોએ એક-એક ઘરમાં તપાસ શરૂ કરી હતી તપાસ વધતા આતંકીઓએ ફાયરિંગ શરૂ કરી દીધું હતું

Videos similaires