મહિલાએ ઝેર ખાધું, સારવાર સમયે મોંઢામાં બ્લાસ્ટ થયો, ડોક્ટરોને પણ વિશ્વાસ ના થયો

2019-05-18 1,881

યૂપીના અલીગઢમાં આવેલી હોસ્પિટલમાં એક શોકિંગ ઘટના સામે આવી હતી જેમાં પોઈઝનિંગની સારવાર માટે દાખલ કરાયેલી મહિલાના મોંઢામાં જ બ્લાસ્ટ થયો હતો પહેલીનજરે તો આ ઘટના વિશે માનવામાં ના આવે પણ તેના સીસીટીવી જોઈને દરેકને તેમની આંખો પર વિશ્વાસ નહોતો થયો ઝેર ખાધેલી હાલતમાં શીલાદેવી નામનાં મહિલાને જવાહરલાલ મેડિકલ કોલેજમાં સારવાર માટે ખસેડાયાં હતાં ત્યાંથી તેમને ડોક્ટર્સે ઓપરેશન રૂમમાં લઈ જઈને આગળની સારવાર હાથ ધરી હતી તેવા સમયે અચાનક જ તેમના મોંમાં વિસ્ફોટ થતાં જ આગ પ્રસરી ગઈ હતી તો સાથે જ ધુમાડો પણ નીકળ્યો હતો આ દુર્ઘટના બાદ થોડીવારમાં જ મહિલાએ દમ તોડ્યો હતો તેના સીસીટીવી પણ વાઈરલ થયા હતા વિસ્ફોટ જોઈને ડોક્ટર્સની ટીમ પણ નવાઈ પામી હતી રાહુલકુમાર નામના સર્જને જણાવ્યું હતું કે આવી ઘટના મેડિકલ સર્જરીના ઇતિહાસમાં પહેલીવાર જોવા મળી હતી જેમાં કોઈએ ઝેર ખાધું હોય ને તેના લીધે બ્લાસ્ટ પણ થયો હોય અમે લોકો આ ઘટનાના સીસીટીવી અનેક નિષ્ણાતો સુધી પહોંચાડીને તેના મૂળ સુધી જવાનો પ્રયત્ન કરીશું કે આવું થયું કેમ તેમણે આવું થવા પાછળ એવી પણ આશંકા વ્યક્ત કરી હતી કે કદાચ ભોગ બનનાર મહિલાએ ઝેર તરીકે કોઈ વિસ્ફોટકનો ઉપયોગ કર્યો હશે જેના કારણે તેની અન્નનળી ફાટી ગઈ હશે તો સામે અન્ય નિષ્ણાતોએ એવો મત પણ વ્ચક્ત કર્યો હતો કે અન્નનળીમાં ગેસના પ્રેશરના લીધે આ બ્લાસ્ટ થયો હશે

Videos similaires