અમદાવાદઃશહેરની વીએસ હોસ્પિટલમાં બેડ ઘટાડવાના નામે જૂની હોસ્પિટલને બંધ કરીને નવી મોંઘી એસવીપી હોસ્પિટલને ધમધમતી કરવાનું કાવતરું રચાઈ રહ્યાના આક્ષેપ સાથે શુક્રવારે દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખની આગેવાનીમાં કોંગ્રેસનું પ્રતિનિધિમંડળ મેયર બીજલ પટેલને રજૂઆત કરવા ગયું હતું આ અંગે ગ્યાસુદ્દીન શેખ એકાએક ઉગ્ર થઈ જતાં તેમની અને સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન અમૂલ ભટ્ટ વચ્ચે તૂ તૂ-મેં મેં થઈ ગઈ હતી જો કે, મેયરે મ્યુનિ કોર્પોરેશમાં વિપક્ષી કોંગ્રેસના નેતા દિનેશ શર્મા પાસેથી આ આવેદન સ્વીકાર્યું હતું