ચૂંટણીપ્રચારની સમાપ્તિ સમયે મોદી બોલ્યા - પૂર્ણ બહુમતવાળી સરકાર ફરી સત્તા પર આવશે

2019-05-17 1,220

વડાપ્રધાને પ્રેસ કોન્ફરન્સમાં પ્રવેશતાં જ ઉપસ્થિત પત્રકારોને સંબોધીને કહ્યું હતું કે, 'નમસ્કાર દોસ્તોં, આપ કે પાસ આને મેં થોડા સમય લગા' ત્યારે ઘડીભર એવો અહેસાસ ઊભો થયો કે પાંચ વર્ષના શાસન દરમિયાન પોતે એકપણ પત્રકાર પરિષદ ન કરી હોવા અંગે કહી રહ્યા છે પરંતુ તરત જ તેમણે ઉમેરી દીધું હતું કે, 'મૈં મધ્યપ્રદેશ મેં થા, ઈસ લિયે આને મેં જરા દેર હો ગઈ' એ પછી તેમણે એકપક્ષી ઉદબોધન કર્યું, જેમાં દેશની લોકતાંત્રિક પ્રણાલિની સફળતાની બિરદાવલીઓ હતી, ચૂંટણીપ્રચાર માટેના ભાજપના ચુસ્ત આયોજનની વાત હતી, સમગ્ર અભિયાન દરમિયાન પોતાનો એકપણ કાર્યક્રમ રદ નથી થયો એવું પણ એમણે કહ્યું

Videos similaires