દુનિયાભરના લોકો પોતાના લગ્નને યાદગાર બનાવવા માટે કંઈક નવું કરતા રહેતા હોય છે છત્તીસગઢમાં ક્સડોલ જિલ્લાનો એક એન્જિનિયર ઘોડી કે કારને બદલે જેસીબી મશીન પર સવાર થઈને લગ્નના મંડપ સુધી પહોંચ્યો હતો જેસીબીના ફ્રન્ટ લોડર પર તેણે પોતાની સિવિલ ડિગ્રીનું બેનર લગાવ્યું હતું ક્સડોલનો યુવક અમીશ કુમાર ડહરિયા તેના લગ્નમાં અત્યાર સુધી કોઈએ ન કર્યું હોય તેવું હટકે કરવા માગતો હતોઆ જ કારણે તેણે ઘોડીની જગ્યાએ જેસીબી મશીનને પસંદ કર્યું જાણી લો કેમ આવું પસંદ કર્યું એ આ વીડિયોમાં