સૌરાષ્ટ્રના વાતાવરણમાં પલ્ટો, સાવરકુંડલા, રાજુલા, પંથકમાં ગાજવીજ અને કરા સાથે બે ઇંચ વરસાદ

2019-05-17 3,782

અમરેલી: વહેલી સવારે સૌરાષ્ટ્રમાં આકાશ વાદળોથી ઘેરાયું હતું બાદમાં બપોર બાદ વાતાવરણમાં પલ્ટો આવતા રાજુલા પંથકમાં કરા સાથે વરસાદ પડ્યો હતો ભારે પવન અને ગાજવીજ સાથે તાલુકાના ડુંગર, માંડરડી, આગરીયા, વાવેરા સહિતના ગામોમાં વરસાદ પડ્યો હતો વરસાદને લઇને અમરેલી જિલ્લામાં ઉનાળુ પાક અને કેરીના પાકને નુકસાન જવાની ભીતિ સેવાઇ રહી છે રાજુલા અને સાવરકુંડલાના અમુક ગામોમાં દોઢથી બે ઇંચ જેટલો વરસાદ પડતા ખેતરોમાં પાણી ભરાયા હતા

Videos similaires