હરિ વિષ્ણૂ મંદિરમાં 35 વર્ષથી દલિત યુવક સેવાપૂજા કરે છે

2019-05-17 152

અમદાવાદઃતાજેતરમાં મોડાસાના ખંભીસર, પ્રાંતિજના બોરીયા, સીતવાડા અને કડીના લ્હોર ગામ દલિતોના વરઘોડાને રોકવાની ઘટનાઓ બની છે તેમાં લ્હોર ગામમાં ગ્રામજનોએ દલિતોનો બહિષ્કાર પણ કર્યો હતો સદીઓથી દલિતો અસ્પૃષ્યતાનો સામનો કરી રહ્યા છે અને 21મી સદીમાં પણ તેનો સિલસિલો અટકતો નથી તો બીજી તરફ રાજ્યમાં ઘણી સકારાત્મક ઘટનાઓ પણ બની રહી છે થોડા દિવસ પહેલા ગારિયાધરના વેળાવદરમાં કાઠી સમાજના લોકોએ દલિત વરરાજાને સામેથી વરઘોડા માટે ઘોડો આપ્યો હતો આ ઘટનાક્રમ વચ્ચે અમદાવાદના લાલ દરવાજા પાસે આવેલા શ્રી હરિ વિષ્ણૂ મંદિરમાં અશોક વાઘેલા નામના દલિત યુવક 35 વર્ષથી સેવા-પૂજા કરી રહ્યા છે

Videos similaires