મોસ્કો પ્લેન દુર્ઘટનાનો નવો વીડિયો સામે આવ્યો, રનવે પર ત્રણવાર પટકાયું હતું

2019-05-17 1,581

5મેને રવિવારેસુખોઇ સુપરજેટ-100 પેસેન્જર પ્લેનમાં આગ લાગતાં જ 41 લોકોનાં મોત થયાં હતાં તેવામાં આ દુર્ઘટનાનો થથરાવી દે તેવો નવોવીડિયો પણ બહાર આવ્યો છે આ ડરામણા વીડિયોમાં જોઈ શકાય છે કે કઈ રીતે આ ઇમરજન્સી લેન્ડિંગ સમયે બાઉન્સ થતું રહ્યું હતું આ પ્લેનએક બે નહીં પણ ત્રણવાર જમીન સાથે અથડાયું હતું જે બાદ તેમાં ભીષણ આગ લાગી હતી આ આખી ઘટનાનો વીડિયો સામે આવતાં જ હવેઓથોરિટીએ પણ પાઈલટ એરરની દિશામાં તપાસ હાથ ધરી છે આ ફૂટેજ જોયા બાદ નિષ્ણાતો પણ પોતાનો મત વ્યક્ત કરતાં જણાવ્યું હતું કેઆ દુર્ઘટના થવાનું કારણ ઓટો પાઈલટ મોડ પર મૂકવામાં આવેલો વધુ પડતો વિશ્વાસ છે તમને જણાવી દઈએ આ પ્લેને મરમાંસ્ક શહેરથીઉડાન ભરી હતી જેને શેરેમેટયેવો એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરાવવા જતાં આગની જ્વાળામાં લપેટાઈ ગયું હતું આ સમયે વિમાનમાં 78યાત્રી અને 5 ક્રૂ મેમ્બર્સ સવાર હતા આગ લાગતાં જ 41 લોકોનાં મોત થયાં હતાં, 5 લોકો ઘાયલ થયા હતા

Videos similaires