લોકસભા ચૂંટણીની છેલ્લી રેલીમાં PMએ કહ્યું- ફરી બનશે મોદી સરકાર, આ વખતે 300ને પાર

2019-05-17 666

વડાપ્રધાન મોદીએ લોકસભા ચૂંટણીના સાતમા અને છેલ્લા તબક્કા માટે તેમની છેલ્લી રેલી શુક્રવારે મધ્યપ્રદેશના ખરગોનમાં કરી હતી આ દરમિયાન તેમણે કહ્યું કે, મેં પ્રચારની શરૂઆત મેરઠથી કરી હતી અને છેલ્લી સભા ખરગોનમાં કરી રહ્યો છું ઐતિહાસીક રીતે જોવામાં આવે તો મેરઠ અને ખરગોન વચ્ચે એક સામ્યતા એવી પણ છે કે ત્યાં બહુ ધ્યાન આપવામાં નથી આવતું આ બંને શહેરો 1857ના સ્વતંત્રતા સંગ્રામ સાથે જોડાયેલા છે મેરઠમાં જ્યાં અંગ્રેજો સામે સૈનિક વિદ્રોહ થયો હતો ત્યાં ખરગોનની આ ધરતી પર મહાન યોદ્ધા અને સ્વતંત્રતા સેનાની ભીમા નાયકે આદિવાસી આંદોલન નેતૃત્ન કર્યું અને ભારતની રક્ષા માટે તેમના પ્રાણની આહુતી આપી દીધી વડાપ્રધાને અહીં કહ્યું કે, આ વખતે સમગ્ર દેશ કહી રહ્યો છે કે, ફરી એક વાર મોદી સરકાર, આ વખતે 300ને પાર

Free Traffic Exchange