ભરૂચઃ સાઉથ આફ્રિકાની વેન્ડા સિટીમાં મૂળ ભરૂચના ટંકારીયા ગામના વેપારીની દુકાનમાં લૂંટની ઘટના બની છે લૂંટની સમગ્ર ઘટના દુકાનના સીસીટીવીમાં કેદ થઇ ગઇ છે 3 લૂંટારૂઓએ બંધુકની અણીએ વેપારી પાસેથી લૂંટ ચલાવી હતી આ ઘટનામાં વેપારીએ જીવ બચાવવા માટે દુકાનમાં જે રકમ હતી તે તમામ રકમ લૂંટારૂઓને આપી દીધી હતી ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી અને સીસીટીવીની મદદથી લૂંટારૂઓની શોધખોળ શરૂ કરી હતી