દારૂના નશામાં ધૂત થઈને પોલીસને મહાન ગણાવી, શાબ્દિક શૌર્યનો વીડિયો વાઈરલ

2019-05-17 572

ગુજરાતીમાં કહેવત છે કે દારૂ અંદર જાય તો બુદ્ધિ બહાર નીકળે, નવસારી પોલીસના હાથે ઝડપાયેલા આ મહાશયની વાતો સાંભળીને આ કહેવતનું હાર્દ સમજાઈ જ જશે દારુ પીવાના ગુનામાં પકડાયેલા આ શખ્સે તેને પકડનાર પોલીસકર્મીની ફરજના તો વખાણ કર્યા જ પણ સાથોસાથ રાજકારણમાં પણ એન્ટ્રી મારી દીધી હતી નમો અગેઈન અને અબ કી બાર મોદી સરકારના નારા લગાવી તે સીધો જ નાચવા લાગ્યો હતો પોલીસના ડંડા પડતાંની સાથે તેણે મોદી મોદીના નારા લગાવવા લાગ્યો હતો એક બે નહીં પણ 26 વાર મોદીના નામનો જાપ કર્યા બાદ પણ પોલીસે તેને છોડ્યો તો નહોતો જ એવું પણ ઘણીવાર થયું કે તેની કેસેટ કોઈ એક મુદ્દા પર ચોંટી જાય તો આગળ જ ના વધે અબ કી બાર મોદી સરકારના નારા લગાવીને તેણે તાયફા કરવામાં પણ કંઈ બાકી નહોતું રાખ્યું પોલીસના હાથમાં પણ જાણે કોઈ રમકડું આવી ગયું હોય તેમ બધા તેના આવા ખેલની મજા લેતા રહ્યા હતા તો આ મહાશય પણ લોકોને જોઈને વધુ ખેલ કરતો રહ્યો હતો જે બાદ નશામાં ધૂત આ વ્યક્તિ સાથે શું થયું તેની પણ કોઈ વિગતો સામે આવી નથી

Videos similaires