તાજેતરમાં જ બ્રહ્મોસ એરોસ્પેસે બ્રહ્મોસ મિસાઈલનું દુનિયાનાં બીજા દેશોને વેચાણ કરવાનું નક્કી કર્યું છે જેની પરમિશન સરકાર પાસે પેન્ડિંગ છે પરંતુ ટુંક સમયમાં જ ભારત ‘બ્રહ્મોસ’ને સાઉથ ઈસ્ટ અને UAE જેવાં દેશોને વેચીને ભારતની ઈકોનોમીને ફાયદો કરાવશે…ત્યારે આવો બ્રહ્મોસ મિસાઈલ વિશે વિગતવાર જાણીએ
ભારતની DRDOને યુદ્ધ જેવી પરિસ્થિતીમાં જગ્યા બદલતાં ટાર્ગેટનો ખાત્મો બોલાવવા માટે પુરાતનકાળના અસ્ત્ર ‘બ્રહ્માસ્ત્ર’ જેવી મિસાઈલ વિકસાવવાની જરૂર જણાઈ જે પોતાનાં ચલ લક્ષ્યને પણ સટિકતાથી ભેદવા માટે સક્ષમ હતું
આથી, ભારત અને રશિયાની જોઈન્ટ વેન્ચર કંપની બ્રહ્મોસ એરોસ્પેસે ‘બ્રહ્મોસ’ સુપરસોનિક મિસાઈલને તૈયાર કરી છે બ્રહ્મોસ નામ પણ ભારતની બ્રહ્મપુત્રા અને રશિયાની મોસ્કુહા નદીનાં નામ પરથી લેવામાં આવ્યું છે વર્તમાન સમયમાં બ્રહ્મોસ જ દુનિયાની એકમાત્ર એવી સુપર સોનિક મિસાઈલ છે જેને જમીન, પાણી અને આકાશ એમ ત્રણેય જગ્યાએથી લોન્ચ કરી શકાય છે
બ્રહ્મોસની ફ્લાઈટ પ્રોફાઈલ ખૂબ રસપ્રદ છે બ્રહ્મોસ અવાજની ગતિથી પણ વધુ સ્પીડથી ટાર્ગેટ તરફ પહોંચીને તેનો ખાત્મો કરવામાં સક્ષમ છે બ્રહ્મોસ ક્રુઝ મિસાઈલ એક ગાઈડેડ મિસાઈલ છે જેથી તેની પોઝિશનને ટાર્ગેટ મુજબ એડજસ્ટ કરી શકાય છે આથી તે લાંબા અંતરે રહેલા ટાર્ગેટને ચોક્સાઈપૂર્વક ભેદવામાં સક્ષમ છે
બ્રહ્મોસને લોન્ચ કર્યા બાદ થોડા અંતરે તેની આગળનો હિસ્સો છુટો પડે છે અને તે BOOST PHASE માં આવી જાય છે જેમાં તેની ગતિ વધે છે મિસાઈલ અમુક અંતર કાપે પછી તેની પાછળનો હિસ્સો જે તેને પાવર આપે છે તે મિસાઈલથી અલગ થઈ જાય છે ત્યાર પછી તેનો ક્રુઝ ફેઝ શરૂ થાય છે જેમાં ટાર્ગેટની પોઝિશન પ્રમાણે કન્ટ્રોલ રૂમમાં ઓનબોર્ડ કોમ્પ્યુટરની મદદથી મિસાઈલની ગતિ અને દિશામાં ફેરફાર કરી શકાય છે ’s’ પ્રોફાઈલમાં મેનુવર કરી શકતી હોવાને લીધે આ ક્રુઝ મિસાઈલથી કોઈપણ ટાર્ગેટને બચવું મુશ્કેલ થઈ પડે છે અને ખૂબ સીફતપૂર્વક, સટિકતાથી બ્રહ્મોસ પોતાના ટાર્ગેટનો નાશ કરે છે
બ્રહ્મોસના બીજા પણ કેટલાંક વેરિએન્ટ્સને ડેવલપ કરવામાં આવી રહ્યાં છે જેવા કે બ્રહ્મોસ 2 જે એક હાઈપર સોનિક ક્રુઝ મિસાઈલ છે અને બ્રહ્મોસ NG જે બ્રહ્મોસનું મિની વર્ઝન છે
રિપોર્ટ, દિવ્યભાસ્કરકોમ