રાજકોટ: ગુજરાતીઓ હોય અને ગરબા ન લે તો જ નવાઈ પછી તે વતનમાં હોય કે વિદેશમાં, ઠંડી હોય કે ગરમી, ગુજરાતીઓને ગરબા લેવા માટે કોઈ તહેવાર કે ખાસ પ્રસંગના મોહતાજ નથી હોતા નવરાત્રીને હજુ ચાર મહિનાનો સમય બાકી છે ત્યારે રાજકોટના રામેશ્વર વાડીમાં એક દાંડિયા કલાસિસમાં યુવતીઓ આકરા તાપમાં પણ દુપટ્ટા બાંધીને ગરબાની પ્રેક્ટિસ કરી રહી છે