છોટાઉદેપુર ખાણ ખનીજ વિભાગ ઊંઘતું ઝડપાયું, પ્રાંત અધિકારીએ એક મશીન અને 14 ટ્રક જપ્ત કરી

2019-05-16 799

છોટાઉદેપુરઃફરી એક વખત છોટાઉદેપુર ખાણ ખનીજ વિભાગ ઉંઘતું ઝડપાયું છે લીઝ સિવાયના વિસ્તારમાં બિન અધિકૃત રેતી ખનન કરતા હિટાચી મશીન અને 14 ટ્રકને રાત્રે અઢી વાગ્યે ચાલુ હાલતમાં છોટાઉદેપુરના પ્રાંત અધિકારીએ રેડ પાડીને ઝડપી પાડ્યા હતા છોટાઉદેપુરના પ્રાંત અધિકારી ડો એમએમપટેલે એક સ્ટાફની મદદથી સમગ્ર ઓપરેશન પાર પાડ્યું હતું આ પહેલાં આ સ્થળ પર છોટાઉદેપુરના મામલતદાર પર રેતી માફિયા દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો આ પહેલાં અનેક વખત છોટાઉદેપુર કલેક્ટરે રેતી ખનન કરતા માફિયા સામે કાર્યવાહી કરી છે પરંતુ ખાણ ખનીજ ખાતુ કાર્યવાહી કરવામાં આંખ આડા કાન કરી રહ્યું છે

Videos similaires