નડિયાદ: ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના ઢુણાદરા ગામે વરઘોડામાં ફટાકડા ફોડવાને લઈને બે કોમ વચ્ચે અથડામણ થઈ હતી આ મામલે ડાકોર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે અથડામણમાં 10થી વધુ લોકોને ઈજા થતાં તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા લગ્નના વરઘોડો નીકળતા ઘટના: ઠાસરા તાલુકાના ઢુણાદરા ગામે બુધવારની રાત્રે લગ્ન પ્રસંગ નિમિત્તે વરઘોડા નીકળ્યો હતો જેમાં ધાર્મિક સ્થળ પાસે ફટાકડા ફોડવાને લઈને તકરાર થઈ હતી મામલો વધુ ઉગ્ર બનતાં બે કોમના લોકો સામસામે આવી જતાં, તંગદિલી સર્જાઈ હતી