ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને બસપા સુપ્રીમો માયાવતીએ ભારતીય જનતા પાર્ટીને આડેહાથે લીધી છે માયાવતીએ પશ્વિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીનો બચાવ કરતા કહ્યું કે, હવે સ્પષ્ટ થઈ ગયું છે કે પીએમ મોદી, અમિત શાહ અને તેમના નેતાઓના નિશાને મમતા દીદી છે માયાવતીએ કહ્યું કે, આ ખુબ જ ભયાનક અને ખોટો વ્યવહાર છે, જે દેશના વડાપ્રધાનની મર્યાદાની વિરુદ્ધ છે