ઊંઘમાં હૉટલના રૂમમાંથી બહાર નીકળી પાંચ વર્ષની બાળકી, રેલિંગના સહારે 11માં માળે ચડી કૂદકો માર્યો

2019-05-16 5,763

ઉંઘમાં ચાલવાની બીમારી વિશે તમે ઘણી વખત સાંભળ્યું હશે, ફિલ્મોમાં તો જોયું પણ હશે પરંતુ હાલમાં સોશિયલ મીડિયા પર એક પાંચ વર્ષની બાળકીનો ઊંઘમાં ચાલવાનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે આ વીડિયો થાઇલેન્ડનો હોવાનું જણાઈ રહ્યું છે જ્યાં એક હોટલના રૂમનો દરવાજો ખોલી બાળકી બહાર નીકળી અને રેલિંગ પર ચડી લટકી ગઇ હતી અને જોતજોતામાં 11માં માળેથી કુદી ગઇ બાળકીના નીચે પડતા જ હોટલ સ્ટાફ સતર્ક થઇ ગયો અને તાત્કાલીક બાળકીને ઉઠાવી લીધી તે બેભાન હતી પણ તેનો શ્વાસ ચાલી રહ્યો હતો તાત્કાલિક તેને બેન્કોકની એક પ્રાઇવેટ હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી જ્યાં જાણવા મળ્યું કે તેના બંને પગ તૂટી ગયા છે હાલ તે હોસ્પિટલમાં સારવાર લઇ રહી છે અને રિક્વર પણ કરી રહી છે

Videos similaires