લિંબાયતમાં આરોપીને પકડવા ગયેલા પોલીસ કર્મીને માથા પર લાકડાનો ફટકો ફટકાર્યો

2019-05-16 561

સુરતઃ લિંબાયત વિસ્તારમાં ગત રોજ રાત્રે આરોપીને પકડવા ગયેલા પોલીસ કર્મચારી પર હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે જેમાં પોલીસ કર્મીને માથામાં લાકડાનો ફટકો મારતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો મળતી માહિતી પ્રમાણે ગત રોજ મારામારી સહિત અન્ય ગુનામાં સંડોવાયેલા આરોપી નરેન્દ્ર ઉર્ફે કબૂતરને પકડવા માટે લિંબાયતનો પોલીસ કર્મી ગયો હતો પોલીસ પકડવા આવી હોવાની જાણ થતા જ આરોપીએ લાકડાના ફટકા વડે હુમલો કરી દીધો હતો જેમાં પોલીસ કર્મીને લાકડાનો ફટકો માથા પર મારતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો અને આરોપી ફરાર થઈ ગયો હતો પોલીસ કર્મીને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો

Videos similaires