ભરૂચમાં પાઇપ તૂટવાના મુદ્દે બે કોમ વચ્ચે મારામારી બાદ પથ્થરમારો, બે લોકો ઇજાગ્રસ્ત

2019-05-15 511

ભરૂચઃ ભરૂચ સ્થિત યુનિયન સ્કૂલ પાસે આવેલી સલ્લેઅલાહ બાવાની મસ્જિદ પાસે પાઇપ તૂટી જવાના મુદ્દે બે કોમના જૂથ આમને-સામને આવી ગયા હતા બંને જૂથ વચ્ચે મારામારી બાદ પથ્થરમારો થયો હતો જેમાં બે લોકો ઇજાગ્રસ્ત થયા હતા અને એક વાહનને નુકસાન થયું હતું ઘટનાની જાણ થતાં જ ભરૂચ એ-ડિવિઝન અને બી ડિવિઝન પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી અને સમગ્ર મામલાને થાળે પાડ્યો હતો પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે

Videos similaires