અમદાવાદમાં જૂનાં વાહનોમાં HSRP માટેનાં સેન્ટરોમાં ચાલતા કૌભાંડનો પર્દાફાશ

2019-05-15 723

અમદાવાદઃ જૂનાં વાહનોમાં હાઈ સિક્યોરિટી રજિસ્ટ્રેશન પ્લેટ (એચએસઆરપી) ફીટ કરાવી આપવા બમણી રકમ પડાવાય છે આલ્ફા વન મોલમાં કંપનીના સેન્ટરમાં ચાલતા કૌભાંડથી લોકો છેતરાય નહિ તે માટે ‘દિવ્ય ભાસ્કર’એ સ્ટિંગ ઓપરેશન કર્યું છે કંપનીના કર્મચારીએ એચએસઆરપી ફીટ કરાવવા ગયેલા ‘દિવ્ય ભાસ્કર’ના રિપોર્ટર પાસે તાત્કાલિક કામ કરી આપવા બમણા પૈસા માગ્યા હતાશરૂઆતમાં રિપોર્ટરે એચએસઆરપી ફીટ કરવાની વાત કરી તો કર્મચારીએ ઓનલાઇન એપોઇન્ટમેન્ટ લેવાની અને મહિનો વેઇટિંગ હોવાનું કહ્યુંં

જ્યારે રિપોર્ટરે તાત્કાલિક એચએસઆરપી લગાવી આપવા કહ્યું તો કર્મચારીએ તેના રૂ 1100 માગ્યા જેથી રિપોર્ટરે તેની સાથે ભાવતાલ કર્યો અને છેલ્લે હજાર રૂપિયામાં નંબર પ્લેટ ફીટ કરાવી આપવાનું નક્કી થયું, પરંતુ રિપોર્ટરે જ્યારે તેની પાસે પૈસા ભર્યાની પહોંચ માંગી તો તેણે રૂ 577ની જ પહોંચ આપવાનું અને તે પણ બે દિવસ બાદ આવીને લઈ જવા કહ્યુંજૂનાં વાહનોમાં એચએસઆરપી ફીટ કરાવવાની મુદત સાતમી વાર વધારાઈ છે અને 31 મેએ તે પૂરી થાય છે

‘દિવ્ય ભાસ્કર’ પાસે સ્ટિંગ ઓપરેશનમાં કંપનીના કર્મચારી સાથે થયેલી વાતચીતની ઓડિયો ક્લિપ છે