હાથણીથી વિખૂટું પડીને એક તળાવમાં ફસડી પડેલા મદનિયાનું દિલધડક રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું જેનો વીડિયો જોઈને યૂઝર્સે પણ એનડીઆરએફ અને ફોરેસ્ટ વિભાગની ટીમને અભિનંદન આપ્યાં હતાં આખો ઘટનાક્રમ આસામના કામરૂપ જિલ્લામાં સર્જાયો હતો જ્યાં આ મદનિયું રેલવે ટ્રેક ક્રોસ કરતાં સમયે માતાથી છૂટું પડીને બાજુમાં આવેલા તળાવમાં પડ્યું હતું જેની જાણ ગામલોકોને થતાં જ તરત જ સ્થાનિક સત્તાવાળાઓને ઈન્ફોર્મ કરવામાં આવ્યા હતા તળાવમાં ચોતરફ પથરાયેલી વેલના લીધે બહાર નીકળવમાં મદનિયું પણ વધુને વધુ અંદર ફસાયે જતું હતું આ સ્થળે પહોંચીને તરત જ રેસ્ક્યુ ટીમે નાની નાની હોડીઓની મદદથી આ બચ્ચાને આંતરીને કિનારા સુધી પહોંચાડ્યું હતું આ રેસ્કયુ જોવા માટે લોકોએ પણ રોડ પર ટ્રાફિક જામ કર્યો હતો તો સાથે જ એક ટ્રેન પણ ટ્રેક પર અટવાઈ ગઈ હતી આ બચાવ કામગિરી બાદ સત્તાવાળાઓએ કહ્યું હતું કે હવે મદનિયાને તેના પરિવાર સાથે મિલન કરાવવામાં આવશે