તમે જોયું હશે કે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાંથી દર વર્ષે બૉલિવૂડની કેટલીક હિરોઈન્સના ફોટોઝ આવે છે જેમાં મોટાભાગે એશ્વર્યા રાય બચ્ચન, સોનમ કપૂર, કંગના રનૌટથી લઇને દીપિકા પાદુકોણ હોય છે તમે નોટિસ કર્યુ હશે કે અહીં ભારતની અમુક જ એક્ટ્રેસ જોવા મળે છે જેનુ કારણ છે ઈન્ટરનેશનલ કોસ્મેટિક બ્રાન્ડ લોરિયલ પેરિસ આ કોસ્મેટિક બ્રાન્ડ છેલ્લાં ઘણા વર્ષોથી કાન્સ ફિલ્મ ફેસ્ટિવલનું બ્યૂટી પાર્ટનર છે ભારતમાંથી સોનમ અને એશ્વર્યા લોરિયલની બ્રાન્ડ એમ્બેસેડર છેકેટરીના-દીપિકા તેની બ્રાન્ડ એમ્બેસેડર રહી ચૂકી છે તેવી જ રીતે કંગના રનૌટ 'ગ્રે ગૂસ વોડકા' તરફથી ત્યાં જાય છેજે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ સ્પોન્સર છે આ એક્ટ્રેસિસને કાન્સ તરફથી કોઈ ઈન્વિટેશન નથી મળતુ, પરંતુ લૉરિયલ પોતાની બ્રાન્ડ તરફથી બોલાવે છે લૉરિયલ આ એક્ટ્રેસિસને સ્પોન્સર કરે છે અને તેની બ્યૂટી પ્રોડક્ટસને પ્રમોટ કરવા તથા તેનો પ્રચાર કરવા તેને મોડલ તરીકે કાન્સમાં બોલાવે છે આ હિરોઈનના રેડ કાર્પેટ ફોટોઝનું કાન્સ ફેસ્ટની ફિલ્મ્સ કે કોમ્પિટિશન સાથે કોઈ લેવા દેવા નથી આમ તો આ હિરોઈન્સનું ત્યાં કોઈ ખાસ કામ હોતુ નથી તે ત્યાં જાય છે તેની બ્રાન્ડનું પ્રમોશન કરે છે અને ફોટોઝ ક્લિક કરાવે છે અહીં એક પાર્ટ રેડ કાર્પેટનો હોય છે, જ્યાં વૉક કરે છે અને ત્યારે દુનિયાભરનું મીડિયા તેને કવર કરે છે સાથે જ ફિલ્મ નિર્માતાઓ સાથે ઈન્ટરેક્શન થાય છે તો કેટલીક હિરોઈન્સ ફેશન ફોર રિલીફના માધ્યમથી પર્યાવરણ અને માનવીય કારણો માટે ફંડ જમા કરવા ત્યાં પહોંચે છે ફેશન ફોર રિલીફ લંડન આધારિત કેયર નામની નોન પ્રોફિટેબલ સંસ્થા સાથે મળીને એક કાર્યક્રમનું આયોજન કરે છે આ કાર્યક્રમમાં જમા થનારા પૈસા આંતરરાષ્ટ્રીય ચેરિટેબલ સંગઠનોને આપવામાં આવે છે આ સંગઠનો તે પૈસા દુનિયામાં આવતી કુદરતી આપત્તિઓ સામે સામનો કરનારા લોકો સુધી પહોંચાડે છે કંઇક આવુ હોય છે કાન્સમાં જવા પાછળનું કારણ