મોજમસ્તી માટે ખરીદેલી ટૂક-ટૂકથી વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો, 119 કિમી/કલાકે દોડાવી

2019-05-15 366

ઈગ્લેંડના બિઝનેસમેને માત્ર નિજાનંદ માટે થાઈલેંડથી ખરીદેલી એકટૂક ટૂક(ઓટો રિક્ષા)થી નવો જ વર્લ્ડ રેકોર્ડ પોતાને નામ કર્યો હતોમેટ્ટ એવર્ડ નામના આ શખ્સે નોર્થ યોર્કશાયરના એરફિલ્ડ પર આ થાઈ રિક્ષા દોડાવી હતી જ્યાં તેમને ગિનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયેલા સ્પીડનો રેકોર્ડ તોડવા માટે 110 kmphનું ટાર્ગેટ હતું, જો કે બધાના આશ્ચર્ય વચ્ચે તેમણે આ થાઈ ઓટોને 119 કિમી/કલાકની સ્પીડે ભગાવીને પોતાનું નામ નોંધાવી દીધું હતું 47 વર્ષીય એવર્ડના સાહસ સમયે તેમના કઝિને મુસાફર તરીકે બેસીને કંપની આપી હતી એલ્વિંગટન મેદાનમાં તેમણે આ વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યો હતો આ સમયે તેમણે કહ્યું હતું કે તેઓ થાઈલેંન્ડ એક મિત્રના લગ્નમાં ગયા ત્યારે આરિક્ષાની મજા માણીહતી તેમણે રિક્ષાને ઈબે પરથી ખરીદી હતી મેટે 18 લાખ રૂપિયાનો ખર્ચો રિક્ષામાં કર્યો હતો અને તેમાં 1300 CCનું પાવરફુલ એન્જિન લગાવ્યું હતુંવધુમાં તેમણે ઉમેર્યું હતું કે આ રિક્ષા ખરીદવાનો નિર્ણય પણ રાત્રે દારૂના નશામાં કર્યો હતો આ રિક્ષા ખરીદ્યા બાદ કોઈ અદમ્ય સાહસ કરવાની કલ્પના તેમણે કરી હતી આ રિક્ષાનેજમીન પર પૂરપાટ સ્પીડે દોડાવીને વર્લ્ડ રેકેોર્ડ સર્જવાના સંકલ્પને અંતે સાકાર પણ કર્યો હતો એટલે હવે કહી શકાય કે 119 કિમી/કલાકની સ્પીડે ટૂક ટૂકને દોડાવીને સૌથી વધુ ઝડપે રિક્ષા દોડાવવાનો રેકોર્ડ હવે મેટ્ટ એવર્ડે પોતાના નામે કરી લીધો છે

Videos similaires