કોંગ્રેસના વરિષ્ઠ નેતા મણીશંકર અય્યરે ફરી એક વખત મગજ પરથી કાબૂ ગુમાવ્યો હતો પત્રકારોએ તેમને વડાપ્રધાન મોદીને લઈને સવાલ પૂછ્યા હતા જે વાતે અય્યર નારાજ થઈ ગયા હતા તેઓએ પત્રકારને મુક્કો દેખાડતાં કહ્યું કે હું તને મારી દઈશ અય્યરે મે 2017માં મોદીને નીચ વ્યક્તિ કહ્યાં હતા 14 મેનાં રોજ અય્યરે ફરી કહ્યું કે હું મારા નીચ વ્યક્તિવાળા નિવેદન પર કાયમ છું આ મુદ્દે ચર્ચા કરવાની મારી કોઈ જ ઈચ્છા નથી
પત્રકારના સવાલ પર અય્યરે કહ્યું કે, "ભારતમાં એક જ વ્યક્તિ છે, તેના તીખા હુમલાઓ તમે નથી જોયા તેમને સવાલ કરો તેઓ તમારી સાથે એટલે વાત નથી કરતા કેમકે તે ડરપોક છે" જે બાદ અય્યરે કહ્યું કે હવે તમે મને કોઈ સવાલ નહીં કરો પત્રકારે અય્યરને નારાજ ન થવાનું કહ્યું જતા જતા અય્યરે પત્રકારને અપશબ્દો પણ કહ્યાં