ટ્રાફિકમાં ફસાયેલી ઍમ્બ્યુલન્સની મદદે યુવક આવ્યો, સાયકલથી રસ્તો કરી આપ્યો

2019-05-14 279

દુનિયામાં એવા પણ નિસ્વાર્થ લોકો હોય જ છે જેઓ કોઈ પણ પ્રકારના સ્વાર્થ કે વળતરની આશા વગર જ લોકસેવા કરતા રહે છે સામાન્ય વાત કે વિચાર દ્વારા પણ ઘણીવાર તેઓ કોઈના જીવનમાં અનેરી સુવાસ પણ ફેલાવી જાય છે આવો જ એક યુવાન જોવા મળ્યો હતો ગુવાહાટીની સડકો પર જ્યાં તેણે એવું અનોખું કાર્ય કર્યું હતું કે લોકોએ તેને ટ્રાફિક હીરો તરીકે બિરદાવ્યો હતો મિત્રો સાથે પિકનીકની મજા માણીને સાયકલ પર ઘરે જઈ રહેલા 26 વર્ષીય રિપૂનજોય ગોગોઈના કાને અચાનક જ ઍમ્બ્યુલન્સનો અવાજ પડ્યો હતો તેણે જોયું કે આગળ રહેલા અન્ય વાહનચાલકો પણ તેને જવાની જગ્યા નથી આપતા આ પિકઅપ અવર હોવાથી ટ્રાફિક પણ પુષ્કળ હતો એટલે પોતાની સાયકલને જ ઍમ્બ્યુલન્સની આગળ રાખીને તે રસ્તો ક્લિયર કરાવવા લાગ્યો હતો જો કે આ પણ ધારીએ એટલું આસાન કામ પણ નહોતું જ કેમકે જો લોકો ઍમ્બ્યુલન્સ પ્રત્યે ગંભીર હોત તો તે ફસાઈ પણ ના હોત એટલે રિપૂનજોયે જ્યાં જ્યાં જરૂર પડી ત્યાં ત્યાં અન્ય વાહનચાલકોને આજીજી પણ કરી જ હતી તેની આવી નિસ્વાર્થ ભાવના ઍમ્બ્યુલન્સમાં બેઠેલા કોઈએ રેકોર્ડ કરીને સોશિયલ મીડિયામાં શેર કરતાં જરિપૂનજોયને લોકોએ ટ્રાફિક હીરો ગણાવ્યો હતો બાદમાં આ ટ્રાફિક હીરોએ જણાવ્યું હતું કે મને ખબર પણ નહોતી કે ઍમ્બ્યુલન્સમાં કોઈ દર્દી છે કે નહીં, પણ ધારો કે ના હોય પણ દરેક નાગરિકે એટલું અવશ્ય યાદ રાખવું જોઈએ કે કદાચ આ ખાલી ઍમ્બ્યુલન્સ કોઈ દર્દીની પાસે પણ જઈ રહી હોઈ શકે છે

Videos similaires