નમાજ સમયે મસ્જિદમાં પહોંચી ક્યૂટ બાળકી, પિતાની પીઠ પર મસ્તી કરી

2019-05-14 437

સોશિયલ મીડિયામાં એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં એક ક્યૂટ બાળકી નમાજ પઢતા તેના પિતાની પીઠ પર બેસી ગઈ હતી ને જાણે હિંચકાની મજા લેતી હોય તેમ મસ્તીએ ચડી હતી તો બીજી બાજુ તેના પિતા પણ તેની આવી મસ્તીથી સહેજ પણ વિચલિત થયા વગર નમાજ અદા કરતા રહ્યા હતા ત્યાં જ આ માસૂમ અચાનક બેલેન્સ ગુમાવીને આગળની તરફ લપસી પડી હતીજમ્મુ-કાશ્મીરની રાજધાની શ્રીનગરની ઐતિહાસિક જામા મસ્જિદમાં નમાજ સમયે આ નયનરમ્ય નજારો જોવા મળ્યો હતો ટ્વિટર પર અપલોડ થયેલા આ કયૂટ વીડિયોને જોઈને યૂઝર્સે પણ ઈમોશનલ વાત કોમેન્ટ કરીને કહી હતી તો અખિલ અકીલ નામના એક યૂઝર્સે કહ્યું હતું કે દરેક બાળક ઘરે પ્રાર્થના સમયે આવું કરે છે પણ એક દિવસ ક્યારેય ના ભૂલાય તેવી થપ્પડ પડવાની સાથે જ આ નિર્દોષ મસ્તી ખતમ થઈ જાય છે તો અન્ય એક યૂઝર્સે કહ્યું હતું કે જો આ માસૂમના ચહેરા પર ખુશી છવાઈ ગઈ હશે તો સમજી લો કે તમારી દુઆ અલ્લાહે કબૂલ કરી લીધી

Videos similaires