કેચિકાન (અલાસ્કા):અલાસ્કામાં બે વિમાનો હવામાં ટકરાતાં 5 લોકોનાં મોત થયા છે, 10 લોકો ઘાયલ થયા છે અને 1 વ્યક્તિ ગુમ છે બંને વિમાન સીપ્લેન (પાણીમાં ઉતરવામાં સક્ષમ) હતા બંનેમાં રોયલ પ્રિન્સેસ ક્રૂઝના યાત્રીઓ સવાર હતા તેઓ અહીં પ્રવાસ માટે આવ્યા હતા, વિમાનમાં તેઓ એર ટ્રાવેલ કરી રહ્યા હતા યુએસ ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (એફએએ) અનુસાર, કૂન કેવ વિસ્તારની પાસે ધ હેવિલેન્ડ ડીએચસી-2 બીવર અને ધ હેવિલેન્ડ ઓટર ડીસી-3 વિમાન ટકરાયા દુર્ઘટનાના કારણો અંગે હજુ તપાસ ચાલુ છે બીવરમાં પાંચ અને ઓટરમાં 11 લોકો સવાર હતા બીવરમાં તમામ યાત્રીઓના મોત થયા છે ચાર લોકોની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે