માયાવતીએ PM મોદી પર નિશાન સાધ્યું - ચૂંટણીમાં BJPનું જહાજ ડુબી રહ્યું છે

2019-05-14 544

લોકસભા ચૂંટણીમાં જીતનો દાવો કરી રહેલી બહુજન સમાજ પાર્ટીના પ્રમુખ માયાવતી નરેન્દ્ર મોદી પર સતત આકરા પ્રહારો કરી રહ્યા છે મંગળવારે માયાવતીએ સવારે ટ્વીટ કરીને પીએમ નરેન્દ્ર મોદી સાથે RSSને પણ આડેહાથે લીધું છે બસપા પ્રમુખે લખ્યું કે, પીએમ મોદીની સરકારનું જહાજ ડુબી રહ્યું છે, કારણ કે હવે આરએસએસે પણ તેની સાથે છેડો ફાડ્યો છે સાથે જ તેમના ખોટા વાયદાઓ તથા ભારે જનવિરોધના કારણે સ્વંયસેવક ઝોલા લઈને ચૂંટણીમાં મહેનત કરતા જોવા નથી મળતા જેના કારણે મોદીનો પરસેવો છૂટી જાય છે

માયાવતીએ લખ્યું કે, જનતાને લોભાવવા માટે દેશે અત્યાર સુધી ઘણા નેતાઓને સેવક, મુખ્યસેવક , ચાવાળા તથા ચોકીદારના રૂપમાં જોયા છે હવે દેશને બંધારણને યોગ્ય હેતુ અને ધ્યેય પૂર્વક ચલાવનારો પીએમ જોઈએ છે જનતાને આવા દગાખોરો પાસેથી ઘણો દગો મળી ચુક્યો છે

Videos similaires