દુધેશ્વરમાં ખુલ્લી જગ્યામાં જુગાર રમતા 26 શખ્સ ઝડપાયા

2019-05-14 162

અમદાવાદ: દુધેશ્વર જુના મ્યુનિસિપલ ક્વાટર્સ પાસે જુગાર રમતા 26 શખ્સની માધુપુરા પોલીસે ધરપકડ કરી છે માધુપુરા પોલીસને માહિતી મળી હતી કે દુધેશ્વર ધોબીઘાટ પાસે જુના મ્યુનિસિપલ ક્વાટર્સમાં રહેતો અજય વાઘેલા ક્વાટર્સ પાસે લગ્ન મંડપ પાછળ ખુલ્લામાં કેટલાક લોકોને જુગાર રમાડે છે જેના આધારે પોલીસે દરોડો પાડી અજય સહિત 26 લોકોને જુગાર રમતા ઝડપી પાડ્યા હતા પોલીસે 6 વાહનો, 16 મોબાઈલ અને 32400 રોકડ રૂપિયા મળી 3 લાખ જેટલો મુદામાલ કબ્જે કર્યો હતો માધુપુરા પોલીસે જુગારના કેસમાં ઓછી રકમ અને મુદામાલ ઓછો બતાવ્યો હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે