યુવતીએ બાળક સાથે લગ્ન કર્યાં? આ વાઈરલ ફોટોની હકિકત સાવ અલગ જ છે

2019-05-13 2,400

સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહેલા આ ફોટોએ ફરી એકવાર યૂઝર્સના મનઘડત દાવાઓને ખોટા સાબિત કર્યા હતા ફોટોમાં જોઈ શકાતું હતું કે એક યુવતી તેનાથી ખાસ્સી એવી નાની ઉંમરના બાળક સાથે લગ્ન કર્યાં છે આના કારણે બાળ લગ્ન કે ચાઈલ્ડ ટ્રાફિકિંગની ચર્ચાઓ પણ શરૂ થઈ ગઈ હતી જો કે જે બાદ તેનું સત્ય સામે આવ્યું ત્યારે બધા જ ઈમોશનલ થઈ ગયા હતા આ ઘટના મેક્સિકોની છે જેમાં નાના બાળક જેવા લાગતા આ વરરાજાની ઉંમર પણ 19 વર્ષની હોવાનું સામે આવ્યું હતું જોનાથન નામનો આ યુવક એક ડિસઓર્ડરનો શિકાર બન્યો હોવાથી તેનો સંપૂર્ણ શારિરીક વિકાસ થયો નહોતો જો કે તેની આવી તકલીફ તેને સાચો પ્રેમ શોધવામાં નડતરરૂપ બની નહોતી તેની મિત્ર સાથે તેને પ્રેમ થઈ જતાં બંનેના પરિવારે ધામધૂમથી લગ્ન પણ કરાવ્યા હતા જેના કેટલાક ફોટોઝ વાઈરલ થતાં યૂઝર્સે અર્થનો અનર્થ કર્યો હતો હકિકતમાં આ લગ્ન સાથે ચાઈલ્ડ ટ્રાફિકિંગને કોઈ જ લેવાદેવા નથી જોનાથને જે યુવતી સાથે લગ્ન કર્યા એ પણ એરેંજ નહીં પણ લવ મેરેજ હતા વાઈરલ ફોટોનું સત્ય સામે આવતાં જ અનેક લોકોએ જોનાથનને તેનો સાચો પ્રેમ મેળવવા બદલ શુભેચ્છાઓ પણ આપી હતી

Videos similaires