અમદાવાદ: શહેરમાં રખડતા ઢોરોનો ત્રાસ વધતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઢોર ત્રાસ અંકુશ વિભાગ ટીમ દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે આજે સવારે રખડતા ઢોર પકડવા ગયેલી ટીમ અને પોલીસ પર માલધારીઓએ હુમલો કર્યો હતો ઓઢવમાં પોલીસ બંદોબસ્ત વચ્ચે ટીમ ઢોર પકડતી હતી વાહનો સાથે ધસી આવેલા ઢોરમાલિકો પોલીસની ચાર ગાડીઓમાં તોડફોડ કરી હતી આ ઘટના બાદ પોલીસ દ્વારા કોમ્બિંગ ઓપરેશન કરવામાં આવ્યું હતું કોર્પોરેશનની ટીમે પોલીસ સાથે મળી 30 જેટલી ગાયોને પકડી હતી પોલીસ પર હુમલો કરનાર મહિલા-પુરુષોને ટિંગા-ટોળી કરી ઘરમાંથી કાઢી અટકાયત કરી હતી