વલસાડઃ શહેરના અબ્રામા રોડ પર પાણીની પાઈપ લાઈનમાં ભંગાણ સર્જાયું છે જેથી પાણીનો વેડફાટ થઈ રહ્યો છે જેથી સ્થાનિક રહેવાસીઓને પાણી માટે વલખા મારવાની ફરજ પડી રહી છે પરાગબાગથી ખંધાર નગર આવતી પાણીની પાઈપ લાઈન તૂટી ગઈ છે જેથી ધરાનગર, મણીનગર સહિતના વિસ્તારોને પીવાનું પાણી મળતું નથી પરેશ દેસાઈ વોર્ડ નંબર 10ના સભ્યએ જણાવ્યું કે, તંત્રને અનેક રજૂઆત કરાઈ હોવા છતાં કોઈ ઉકેલ આવતો નથી