ખંભીસરમાં વરઘોડાનો વિરોધ, 17 KM સુધી પોલીસ બંદોબસ્ત વચ્ચે જાન નીકળી

2019-05-13 2,954

અરવલ્લીઃમોડાસાના ખંભીસર ગામે જયેશ રાઠોડ નામના વરરાજાનો વરઘોડો કાઢવા મુદ્દે થયેલા પથ્થરમારા બાદ ગામમાં ભારેલા અગ્નિ જેવી પરિસ્થિતિ ઉભી થતા સમગ્ર જિલ્લાની પોલીસ ગામમાં ખડકી દેવામાં આવી હતી ગામમાં વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઈ વરરાજાના પિતાએ વરઘોડો કાઢવાનું મોકૂફ રાખી સાદગીથી લગ્ન કરવાનો નિર્ણય કર્યો હતો પરંતુ ગામમાં પરિસ્થિતિ વધુ ન વણસે તે માટે બન્ને સમાજના આગેવાનો સાથે પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા સમજાવટના પ્રયાસો કરવામાં આવ્યા હતા તેમજ ઘટનામાં સંડોવાયેલા અસામાજિક તત્વો અને પોલીસ સામે તપાસ કરી પગલા ભરવાની ખાતરી આપતા હાલ ખંભીસર ગામમાં ચૂસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ માહોલ છે ત્યાર બાદ પોલીસે 17 કિલો મીટર સુધી બંદોબસ્ત ગોઠવી જાનને માડી ગામ સુધી પહોંચાડી હતી આ દરમિયાન રેન્જ આઈજી પણ સતત જાનની સાથે રહ્યા હતા

Free Traffic Exchange

Videos similaires