શેરખી ગામમાં કોંગ્રેસે ખાતરના ગોડાઉનમાં રેડ પાડી, 70થી 120 ગ્રામ ખાતર ઓછું નીકળ્યું

2019-05-13 259

વડોદરા: ખેડૂતોને વેચવામાં આવતા ખાતરની થેલીમાંથી થતી ચોરી સામે આજે તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા શેરખી ગામે આવેલા ગુજરાત કોઓ સોસાયટીના ગોડાઉનમાં રેડ કરી હતી ગોડાઉનમાં પડેલી ખાતરની થેલીઓનું વજન કરતા 70થી 120 ગ્રામ ખાતર ઓછું નીકળતા કોંગ્રેસે સંચાલકો સામે રોષ વ્યક્ત કર્યો હતો કોંગ્રેસ કાર્યકરો ઉગ્ર સ્વરૂપ ધારણ કરે તે પહેલાં સ્થળ પર પહોંચેલી તાલુકા પોલીસે 6 કાર્યકરોની અટકાયત કરી લીધી હતી