ખાતર વેચાણની ના છતાં રવિવારે બેડી યાર્ડનો ડેપો ખોલી થેલીના વજન કરાયા

2019-05-13 90

રાજકોટ:ખાતર કૌભાંડ બહાર આવ્યા બાદ તમામ ડેપો બંધ કરી દેવાના આદેશ છે અને ખાતર નહીં વેચવાની સૂચના આપવામાં આવી છે, ત્યારે આ આદેશને બેડી યાર્ડના ડેપો મેનેજર ઘોળીને પી ગયા છે ત્રણ દિવસ ડેપો બંધ રહ્યા બાદ રવિવારે જાહેર રજાના દિવસે ખોલવામાં આવ્યો હતો અને છાની રીતે ખાતરનું વજન કરાતું હતું જેમાં પણ દરેક થેલીમાં ખાતરનું વજન ઓછું નીકળ્યું હતું ડેપો મેનેજર ખાતર કૌભાંડને ડામવાના પ્રયત્નો કરતા હોવાનું સામે આવ્યું છે