જસદણ અને ગોંડલમાં કરા સાથે કમોસમી વરસાદ,ગરમીમાં આંશિક ઘટાડો,ખેડૂતોમાં ચિંતાનું મોજું

2019-05-12 2,878

રાજકોટ:જસદણ અને ગોંડલ તાલુકામાં કરા સાથે કમોસમી વરસાદ પડ્યો છે અચાનક થયેલા વરસાદના કારણે પંથકમાં ગરમીમાં આંશિક ઘટાડો થયો છે જ્યારે ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે કમોસમી વરસાદના કારણે ઉનાળું પાકને નુકશાન જવાની ભીતિ સેવાઇ રહી છેજસદણ તાલુકાનાં કનેસરા, વિરનગર, બળધોઇ, શાંતિનગર સહિતના પંથકમાં બપોર બાદ હવામાનમાં અચાનક પલ્ટો આવી ગયો હતો તોફાની પવન સાથે કરાનો કમોસમી વરસાદ પડ્યો હતોગોંડલ પંથકમાં પણ વાતાવરણમાં પલટો આવ્યા બાદ કમોસમી વરસાદ ઝાપટુ પડ્યું હતું ગોંડલના કોલીથડ, હડમતલા, ઉમવાળામાં વરસાદ પડતાં લોકોને ગરમીમાં રાહત મળી હતી

Videos similaires