રંગૂનઃમ્યાનમારની સરકારી એરલાઈનના એક વિમાનમાં રવિવારે પાયલટની સમજદારીના કારણે મોટી દુર્ઘટના ટળી છે અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, રંગૂનથી ઉડાન ભર્યા બાદ આ વિમાન મંડાલય એરપોર્ટ પહોંચ્યું ત્યારે પાયલટને ખબર પડી કે એમ્બ્રેયર વિમાનનું લેન્ડિગ ગિયર કામ નથી કરી રહ્યું આ જ કારણે વિમાનના આગળનું પૈંડુ ખુલ્યુ ન હતું ત્યારબાદ પાયલટે ઈમરજન્સી પ્રોટોકોલ હેઠળ લેન્ડિંગ કરવાનો નિર્ણય કર્યો આ દરમિયાન વિમાનનો આગળનો ભાગ થોડેક દુર સુધી ઘસડાયો હતો