વોટિંગ કર્યા બાદ પ્રિયંકા ગાંધી વૃદ્ધાને ભેટી પડ્યાં, 90 વર્ષીય બા ચર્ચામાં આવ્યાં

2019-05-12 270

લોકસભા ચૂંટણીનો છઠ્ઠા તબક્કા માટે આજે 7 રાજ્યોની 59 સીટ પર મતદાન થયું હતુંત્યારે ગાંધી પરિવારે પણ દિલ્હીમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો કોંગ્રેસનાં મહાસચિવ પ્રિયંકા ગાંધીએ પણ પતિ રોબર્ટ વાડ્રા સાથે લોધી એસ્ટેટના મતદાન કેન્દ્ર પર વોટિંગ કર્યું હતું મતદાન કરીને પરત આવતી વેળાએ પ્રિયંકા એક વૃદ્ધાને જોઈને તરત તેમની પાસે પહોંચી ગયાં હતાં જ્યાં તેમને મધર્સ ડે નિમિત્તે ગળે પણ મળ્યાં હતાં આ તરફ પ્રિયંકા ગાંધીને જોઈને વૃદ્ધાના ચહેરા પર પણ ખુશી જોવા મળી હતી તો સાથે જ તેમણે રોબર્ટ વાડ્રાના માથે પણ હાથ ફેરવીને આશીર્વાદ આપ્યા હતા આ વીડિયો વાઈરલ થયા બાદ લોકોમાં પણ આ માજી વિશેનું કૂતુહલ જાગ્યું હતું તમને જણાવી દઈએ કે આ 90 વર્ષનાં વૃદ્ધાનું નામ જ્વાલા દેવી છે જે વર્ષોથી લોધી એસ્ટેટ ખાતે આવેલા પ્રિયંકા ગાંધીના નિવાસ સ્થાનની બહાર જ રહે છે મળતી વિગતો મુજબ અવારનવાર પ્રિયંકા ગાંધી તેમની સાથે મુલાકાત કરે છે તો સાથે જ જ્યારે પણ વોટ આપવા માટે જાય છે ત્યારે તો અચૂક તેમને મળે છે

Videos similaires