લોકસભા ચૂંટણીનો છઠ્ઠા તબક્કા માટે આજે 7 રાજ્યોની 59 સીટ પર મતદાન ચાલી રહ્યું છે દેશની જાણીતી હસ્તીઓ અને નેતાઓ પણ તેમના મતાધિકારનો ઉપયોગ કરવા માટે મતદાન મથકે પહોચ્યા હતા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ તેમના અધિકારનો ઉપયોગ કર્યો હતોરાહુલ ગાંધીએ દિલ્હીમાં ઔરંગઝેબ લેન સ્થિત મતદાન કેન્દ્ર પરથી વોટિંગ કર્યું મત આપ્યાં બાદ તેને મીડિયાને કહ્યું- ચૂંટણી ત્રણ ચાર મુદ્દે લડવામાં આવી છે અને આ જનતાના મુદ્દા છે, કોંગ્રેસના નહીં જેમાં એક મુદ્દો બેરોજગારીનો છે બીજો ખેડૂત, ત્રીજો અર્થવ્યવસ્થા અને ચોથો ભ્રષ્ટાચાર તેમજ રાફેલનો છે નરેન્દ્ર મોદીએ નફરતનો પ્રયોગ કર્યો અને અમે પ્રેમનો જનતા માલિક છે, તે જ નિર્ણય કરશે