7 રાજ્યોની 59 સીટ પર મતદાન, બંગાળમાં TMC-BJPના બે કાર્યકર્તાઓની હત્યા, 2ને ગોળી મારી

2019-05-12 1

નવી દિલ્હીઃલોકસભા ચૂંટણીનો છઠ્ઠા તબક્કા માટે આજે 7 રાજ્યોની 59 સીટ પર મતદાન શરુ થઈ ગયું છે 979 ઉમેદવારો મેદાનમાં છે 2014માં ભાજપને આ 59 બેઠકમાંથી 45 સીટ પર મળી હતી તો 1 બેઠક સહયોગી પાર્ટી લોકજન શક્તિ પાર્ટીએ જીતી હતી જ્યારે કોંગ્રેસને 2, TMCને 8, સપાને 1, ઈનેલોએ 2 સીટ પર જીત મેળવી હતી

આ તબક્કામાં દિલ્હીની 7, બિહારની 8, હરિયાણાની 10, મધ્યપ્રદેશની 8, ઉત્તરપ્રદેશની 14, બંગાળની 8 અને ઝારખંડની 4 સીટ પર મતદાન ચાલી રહ્યું છે મધ્યપ્રદેશમાં મુરૈના, ભિંડ, ગ્વાલિયર, ગુના, સાગર, વિદિશા, ભોપાલ, રાજગઢની સીટ પર વોટિંગ છે બંગાળની બેરકપુર સીટના બૂથ નંબર 116 અને આરમબાગના બૂથ નંબર 110 પર પુનર્મતદાન થઈ રહ્યું છે આ ઉપરાંત ત્રિપુરાની 168 પોલિંગ બૂથ અને પુડ્ડુચેરીના 1 બૂથ પર પણ પુર્નમતદાન થઈ રહ્યું છે

અપડેટ્સ


ભાજપના ઉમેદવાર પ્રજ્ઞા ઠાકુરે ભોપાલમાં મતદાન કર્યું
બંગાળમાં મતદાન પહેલાં હિંસા ઝારગ્રામમાં ગોપીવલ્લભપુરમાં ભાજપના કાર્યકર્તાનો મૃતદેહ મળ્યો તો પૂર્વ મિદનાપુરના ભગવાનપુરમાં પણ ભાજપના બે કાર્યકર્તાઓ અનંતા ગુચેત અને રંજીત મેતીને ગોળી મારવામાં આવી તેઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે


આ 5 સીટ પર જોરદાર મુકાબલો


ભોપાલ (મધ્યપ્રદેશ):મધ્યપ્રદેશની ભોપાલ સીટ આ તબક્કામાં સૌથી ચર્ચિત સીટ છે કોંગ્રેસે અહીંથી પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહને ઉતાર્યા છે તેઓ 16 વર્ષ પછી કોઈ ચૂંટણી લડી રહ્યાં છે તો ભાજપે સાધ્વી પ્રજ્ઞા ઠાકુરને ટિકિટ આપી છે સાધ્વી માલેગાંવ વિસ્ફોટમાં આરોપી છે ભોપાલ ભાજપનો ગઢ રહ્યો છે, અહીંથી સતત 8 વખત પાર્ટીનો ઉમેદવાર જીત્યો છે જો કે ભાજપે આ વખતે હાલના સાંસદ આલોક સંજરની ટિકિટ કાપી હતી

પૂર્વી ચંપારણ (બિહાર):કેન્દ્રીય કૃષિ કલ્યાણ મંત્રી રાધામોહન સિંહ ભાજપની ટિકિટ પર મેદાનમાં છે તેમનો મુકાબલો મહાગઠબંધનના (RLSP)ના ઉમેદવાર આકાશ પ્રસાદ સિંહ સાથે છે 2009 પહેલાં પૂર્વી ચંપારણ મોતિહાર સીટ હતી આઝાદી પછી 1971 સુધી આ કોંગ્રેસની પરંપરાગત સીટ રહી છે સતત પાંચ વખત અહીંથી વિભૂતિ મિશ્ર સાસંદ રહ્યાં છે 1989માં પહેલી વખત રાધામોહન સિંહ આ બેઠક જીત્યા હતા તેઓ અહીંથી પાંચ વખત વિજય રહ્યાં

ઉત્તરપૂર્વ દિલ્હીઃઉત્તરપૂર્વી દિલ્હીથી ભાજપે ફરી ભોજપુરી ગાયક અને અભિનેતા મનોજ તિવારી પર વિશ્વાસ મુક્યો છે તેઓ અહીંથી 2014માં જીત્યા હતા કોંગ્રેસે આ બેઠકથી દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિતને ટિકિટ આપી છે તેઓ 1998થી 2013 સુધી દિલ્હીના મુખ્યમંત્રી રહ્યાં છે દીક્ષિત પહેલાં 1984થી 89 સુધી કન્નૌજથી સાંસદ પણ રહ્યાં આપના ઉમેદવાર દિલીપ પાંડે છે, તેઓ પહેલી વખત ચૂંટણી લડી રહ્યાં છે

પૂર્વી દિલ્હીઃઆ સીટથી ભાજપે હાલના સાંસદ મહેશ ગિરીની ટિકિટ કાપીને હાલમાં જ પક્ષમાં જોડાયેલાં પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરને ઉમેદવાર બનાવ્યાં છે ગંભીરની ટક્કર આપ ઉમેદવાર અતિશી મર્લેના સામે છે કોંગ્રેસે અહિંથી અરવિંદર સિંહ લવલીને ટિકિટ આપી છે આ સીટથી કોંગ્રેસના નેતા સંદીપ દીક્ષિત 2 વખત સાંસદ રહ્યાં છે

હિસારઃઅહીં ત્રણ મોટાં રાજકીય પરિવારના સભ્યો મેદાનમાં છે ઈનેલોથી અલગ થઈ જનનાયક જનતા પાર્ટી બનાવનારા દુષ્યંત ચૌટાલા આ સીટ પરથી બીજી વખત ચૂંટણી લડી રહ્યાં છે 2014માં તેઓએ ઈનેલોની ટિકિટ પરથી જીત મેળવી હતી તો ભાજપા રાજ્યસભા સાંસદ અને કેન્દ્રીય મંત્રી વિરેન્દ્ર સિંહના પુત્ર વૃજેન્દ્ર સિંહને ટિકિટ આપી છે કોંગ્રેસે ભજનલાલ પરિવારમાંથી કુલદીપ બિશ્નોઇના પુત્ર ભવ્ય બિશ્નોઇને ઉમેદવાર બનાવ્યા છે

Videos similaires