નવી દિલ્હીઃપશ્ચિમ દિલ્હી સીટથી આપ ઉમેદવાર બલબીલ જાખડના દીકરાએ દાવો કર્યો છે કે, તેના પિતાએ ટિકીટના બદલે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને 6 કરોડ રૂપિયા આપ્યા છે જાખડના દીકરા ઉદયે કહ્યું, તેની પાસે આ અંગે વિશ્વસનીય પુરાવા પણ છે દિલ્હીની સાત સીટો પર 12 મેના રોજ મતદાન થશે ઉદયે પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું મારાં પિતા બલબીર જાખડ ક્યારેય અણ્ણા આંદોલન અથવા આપ સાથે જોડાયા નથી તેઓ જાન્યુઆરીમાં જ રાજનીતિમાં આવ્યા તેઓએ મને જણાવ્યું કે, તેઓને લોકસભા ચૂંટણીમાં ટિકીટ મળી રહી છે આ માટે તેઓએ 6 કરોડ રૂપિયા કેજરીવાલ અને ગોપાલ રાયને આપ્યા