ઇન્ટરનેશનલ ડેસ્કઃભૂમધ્ય સાગરમાં પ્રવાસીઓને લઇ જઇ રહેલી એક બોટ પલટવાથી ઓછામાં ઓછા 70 લોકોનાં મોત થયા છે યુનાઇટેડ નેશન્સની રેફ્યૂજી એજન્સી અનુસાર, આ બોટ ટ્યૂનીશિયા નજીક સમુદ્રમાં પલટી ગઇ છે યુએનએચસીઆર તરફથી એક નિવેદન જાહેર કરવામાં આવ્યું છે કે, આ દુર્ઘટનામાં અત્યાર સુધી માત્ર 16 લોકોને જ બચાવી શકાય છે જીવિત બચેલા લોકોએ કહ્યું કે, બોટ ગુરૂવારે લીબિયાથી ઉપડી હતી, સમુદ્રમાં ભારે મોજાના કારણે તે પલટી ગઇ